Saturday, August 6, 2011

રૂપાબહેન પુરેચા - છપ્પનની ઉંમરે એમબીએ કરતી ભાટિયા નારી


રૂપાબહેન પુરેચા - છપ્પનની ઉંમરે એમબીએ કરતી ભાટિયા નારી

Dharmesh Bhatt, MumbaiSaturday, September 08, 2007 02:09 [IST]

છપ્પન વર્ષની ઉંમરે એમબીએ કરતાં રૂપાબહેન પુરેચાનો ઉત્સાહ અને જુસ્સો વીસ વર્ષના જુવાનિયાઓને શરમાવે એવો છે.

‘પચાસ થયા એટલે પરવાર્યા’ એમ નહીં, પચાસ વર્ષના થયા પછી તો ખરેખર જીવનની શરૂઆત થાય છે એવું માનતાં રૂપાબહેન પુરેચા છપ્પન વર્ષની ઉંમરે એમબીએનો અભ્યાસ કરી રહ્યાં છે. આજુબાજુમાં વીસપરચીસ વર્ષની ઉંમરના એટલે કે પોતાની દીકરીઓની ઉંમરના યુવાનોની સાથે બેસીને ભણવામાં રૂપાબહેનને સહેજ પણ અનકમ્ફટરેબલ લાગતું નથી.

નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌની સાથે ભળી જતાં રૂપાબહેન સતત અર્થસભર રીતે પ્રવૃત્ત રહેવામાં માને છે અને કૌટુંબિક બિઝનેસમાં અર્થસભર રીતે જૉડાવાની ઈરછાથી તેઓ નરસી મોનજી ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમબીએ (ફેમિલી બિઝનેસ)ના ડિપ્લોમા કોર્સમાં જૉડાયાં છે.

૧૯૭૩ની સાલમાં બીએસસી ફસ્ર્ટ કલાસમાં પાસ કર્યું એ વખતે ગ્રેજયુએશન સર્ટિફિકેટ ઉપરાંત ખેલકૂદ, વકતૃત્વ, સંગીત વગેરે પ્રવૃત્તિઓ-સ્પર્ધાઓના ઢગલાબંધ પ્રમાણપત્રો પણ તેમના હાથમાં હતા.

મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ વેળા તેમને ઈન્સ્ટિટયૂટના ટ્રસ્ટીઓએ પૂછ્યું કે ‘તમારાથી અડધી ઉંમરના યુવાનોની સાથે બેસીને ભણવામાં કોઈ સંકોચ નહીં થાય?’ ત્યારે રૂપાબહેને કહ્યું કે ‘નો પ્રોબ્લેમ, હું પરચીસ વર્ષના બે યુવાન-યુવતીઓ સાથે દોસ્તી કરીશ.’’ તેમની માનસિક તૈયારી જૉઈને તેમને તરત પ્રવેશ અપાયો હતો. રૂપાબહેન કહે છે કે ‘મેં જીવનમાં કોઈ ઉચિત બાબતનો છોછ રાખ્યો નથી. મને મારા સહપાઠીઓ આન્ટી કહે તેનો વાંધો નથી. કારણ કે હું અત્યારે ત્રણ બાળકોની દાદી છું.

મારી બન્ને દીકરીઓ રાખી જિગર ટોપરાણી (અમેરિકા) અને કòપા રાજેશ વેદ (કાંદિવલી)ને પાંચ-છ વર્ષના બાળકો છે. ટીવી સિરિયલો જૉવામાં અને કિટ્ટી પાર્ટીઓમાં સમય બગાડવામાં મને કોઈ રસ નથી. મને સર્જનાત્મકતા (ક્રિયેટિવિટી), જ્ઞાનભૂખ સંતોષવામાં અને હંમેશાં સમયથી આગળ રહેવામાં વધુ રસ છે. ઉજજવળ ભવિષ્યના વટવૃક્ષ માટે ‘વર્તમાન’નું બીજારોપણ કરવું અને સમાજને ઉપયોગી થવું એ મારો જીવનમંત્ર છે.’

નરસી મોનજી ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં ફેમિલી બિઝનેસના ડિપ્લોમાનો અભ્યાસક્રમ છેલ્લા દસ વર્ષોથી ચાલે છે. તેમાં વધુમાં વધુ ૪૦ વર્ષની ઉંમરના વિધાર્થીઓ જૉવા મળ્યા છે. દસ વર્ષના ઈતિહાસમાં પહેલી જ વખત એક સ્ત્રીએ છપ્પન વર્ષની ઉંમરે આવું સાહસ કર્યાનું પહેલી જ વખત બની રહ્યું છે.

રૂપાબહેનનો ઉત્સાહ જૉઈને તેમના પ્રોફેસર બી. એમ. કચુરિયા ઉપરાંત તેમના પતિ પ્રબોધભાઈ અને ૮૫ વર્ષીય સાસુ ચંદાબહેન જ નહીં, બન્ને દીકરીઓએ પણ તેમને ‘આદર્શ’ માન્યા છે. તમે કદાચ રૂપાબહેનને અલ્ટ્રા મોડર્ન ધારતાં હશો. પણ વિશ્વની છ અજાયબીઓ સહિત પોણી દુનિયા ફરી ચૂકેલાં રૂપાબહેન સંસ્કારોમાં પૂરેપૂરા ભારતીય છે. મેનેજમેન્ટના વર્ગો, પ્રવાસ કે વ્યવસાયીક પ્રવૃત્તિઓમાં જેટલાં સક્રિય છે, એટલી જ સક્રિયતા ધાર્મિક સત્સંગો અને કરછી ભાટિયા જ્ઞાતિની પ્રવૃત્તિઓમાં છે.

મોટી ઉંમરે મેનેજમેન્ટનો અભ્યાસ કરવા બદલ કાંદિવલી ભાટિયા મિત્ર મંડળે પણ તેમનું બહુમાન કર્યું છે. પાડોશમાં કે પરિચિતોમાં કોઈ મહિલાનું મૃત્યુ થયું હોય તો મૃતકને છેલ્લું સ્નાન કરાવવાથી માંડીને બધી જ રીતે પરિવારને મદદરૂપ થાય છે. પોરબંદરમાં દુતિયા-પુરેચા પરિવારના કુળદેવી શિકોતરામાતાના મંદિરના જિણરોઘ્ધારમાં પણ આગેવાની લીધી છે.

તેમણે આ કાર્ય માટે દુતિયા-પુરેચા પરિવારના કરછી ભાટિયા જ્ઞાતિના સભ્યોને જિણર્ોઘ્ધારના કાર્યમાં સહયોગ આપવા (ફોન નં. ૨૮૦૭૦૮૧૮, ૯૮૨૧૪૨૮૭૮૩) અનુરોધ કર્યોછે. ઘર સાચવવામાં પણ એટલું બધું ઘ્યાન હોય છે કે દીકરીની દીકરીને ભણાવવામાં પણ રોજ સાંજે બે કલાક ફાળવે છે.

રૂપાબહેન કહે છે કે ‘‘ખરેખર તો જીવનમાં વીસ વર્ષથી પચાસ વર્ષ સુધીનો સમય ઘર-પરિવાર માટે આપ્યા પછી મળતી મોકળાશનો ઉપયોગ પોતાની જાત માટે, પોતાના મનને સમૃદ્ધ કરવા અને ઈરિછત પ્રવૃત્તિઓ માટે હોય છે. તેથી એ સમયમાં નિરાશાજનક વિચારો છોડી દેવાય તો વૃદ્ધાશ્રમની દિશા કે નિષ્ક્રિયતાના વિચારોથી કયારેય જીવન કંટાળાજનક ન બને.’’

‘પચાસ થયા એટલે પરવાર્યા’ એમ નહીં

ˆ રૂપાબહેન નરસી મોનજી ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં પ્રવેશ માટે ગયાં ત્યારે કોલેજના ટ્રસ્ટીઓને પણ આશ્ચર્ય થયું હતું.

ˆ ‘તમારા સાથી વિધાર્થીઓ તમને ‘આન્ટી’ કહેશે તો? એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું ‘દાદી કહે તોયે વાંધો નથી’.

ˆ સ્કૂલ-કોલેજમાં સ્પોર્ટ્સ-એથ્લેટિકસમાં અવ્વલ રહેલાં રૂપાબહેનની સ્ફૂર્તિ આજે પણ એવી જ અકબંધ છે.

ˆ વિશ્વની છ અજાયબીઓ સહિત પોણા ભાગની દુનિયા જૉઈ ચૂકેલાં રૂપાબહેન વિચારોમાં અલ્ટ્રા મોડર્ન અને સંસ્કારોમાં સંપૂર્ણ ભારતીય છે.

ˆ મરણ પ્રસંગ હોય, ધાર્મિક સત્સંગ હોય કે પછી દોહિત્રીને ભણાવવાની વાત હોય બધી બાબતોને સરખો ન્યાય.

ˆ દુતિયા-પુરેચા પરિવારના કુળદેવી શિકોતર માતાના પોરબંદર સ્થિત મંદિરના જિણરોદ્ધાર માટે (ફોન નં. ૨૮૦૭૦૮૧૮, ૯૮૨૧૪૨૮૭૮૩) સંપર્ક કરવા રૂપાબહેને અનુરોધ કર્યોછે.

ˆ મોટી ઉંમરે મેનેજમેન્ટનો અભ્યાસ કરવા બદલ કાંદિવલી ભાટિયા મિત્ર મંડળે પણ તેમનું બહુમાન કર્યું છે.

ˆ પોરબંદરમાં દુતિયા-પુરેચા પરિવારના કુળદેવી શિકોતરામાતાના મંદિરના જિણરોઘ્ધારમાં પણ આગેવાની લીધી છે.

No comments:

Post a Comment